રાજકોટ
News of Saturday, 28th November 2020

લગ્નના રપ વર્ષ બાદ પરિણિતાને કાઢી મુકતા ભરણપોષણની ફરીયાદ

રાજકોટ તા. ર૮ :.. હાલ રાજકોટમાં વિષ્ણુનગર શેરી નં. ર, રાધે હોટલ, મવડી ચોકડી પાસે, રાજકોટમાં તેમના પિયરમાં રહેતી પરિણીતા નીતાબેન બીપીનભાઇ અંદ્રપીયા ડો/ઓ ભીખુભાઇ થોરીયાને ગત વર્ષ ૧૯૯પ માં જ્ઞાતિના રીતરીવાજ મુજબ બીપીનભાઇ નટુભાઇ અંદ્રપીયા સાથે લગ્ન કરેલા. ત્યારબાદ આ કામના અરજદારે પોતાના માતા-પિતા તથા કુટુંબીજનો તરફથી આપવામાં આવેલ કરીયાવરનો સામાન લઇ આ કામના સામાવાળાને ત્યાં લગ્ન જીવન જીવવા માટે ગયેલ. ત્યાં સામાવાળા સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતાં. લગ્ન બાદ અરજદારને થોડા સમય સારી રીતે રાખેલ ત્યારબાદ અરજદારમાં કોઇ કસુર ન હોવા છતાં સામાવાળા તરફથી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા તથા મારકુટ કરતા હતાં. તેમજ અરજદારને તેમનાા પુત્ર તથા પુત્રી પણ શારિરીક તથા માનસિક ત્રાસ આપતા હતાં.

આ કામના અરજદારને છેલ્લા ઘણા સમયથી ડાયાબીટીસની બિમારી હોય જે એક વર્ષથી ખુબ જ વધી જતા આ કામના અરજદારને પગ કપાવવો પડેલ હોય જેથી આ કામના સામાવાળાએ સારવાર કરવાને બદલે તેમના ઘરમાંથી માર મારીને કાઢી મુકેલ છે. તેથી આ કામના અરજદાર ત્યારથી પોતાના પિયરમાં ઓશીયાળુ જીવન જીવે છે. તેમજ આ કામના અરજદારના પુત્ર પણ પોતાના પિતાની સાથે મળીને તારે છૂટાછેડા લેવા માટે કેટલા રૂપિયા જોઇએ છે તેવું કહીને માનસિક ત્રાસ આપે છે. તેથી આ કામના અરજદારને ના-છૂટકે આ કામના સામાવાળા વિરૂધ્ધ ભરણપોષણની ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામના અરજદાર વતી રાજકોટના યુવાધારા શાસ્ત્રી શૈલેષ ગોંડલીયા, ભૂમિકા ગૌસ્વામી, સંદિપ જેઠવા, રાહુલ પંડયા રોકાયેલા છે.

(2:35 pm IST)