રાજકોટ
News of Saturday, 28th November 2020

સીંગતેલમાં પુનઃ તેજીઃ ૧૦ રૂ.નો ઉછાળો

નવા ટીનના ભાવ વધીને ૨૩૦૦ - ૨૩૩૦ રૂ. થયાઃ કપાસીયા તેલમાં પણ ૫ રૂ. વધ્યા

રાજકોટ, તા. ૨૮ :. સીંગતેલના ભાવો થોડો સમય સ્થિર રહ્યા બાદ આજે પુનઃ તેજી જોવા મળી હતી અને ડબ્બે ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો.

સ્થાનીક બજારમાં સીંગતેલમાં ઘરાકી નીકળતા તેજી જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૩૯૦ રૂ. હતા તે ૧૦ રૂ. વધીને આજે બપોરે ૧૪૦૦ રૂ. થયા હતા. જ્યારે સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૯૦થી ૨૩૨૦ રૂ. હતા. તે વધીને ૨૩૦૦થી ૨૩૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૫ રૂ.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા ટીનના ભાવ ૧૬૯૦થી ૧૭૨૫ રૂ. હતા તે વધીને ૧૬૯૫થી ૧૭૩૦ રૂ. થયા હતા.

(3:17 pm IST)