રાજકોટ
News of Saturday, 28th November 2020

મધુવન પાર્ક-રઘુવીર પાર્કમાં ડામર રી-કાર્પેટ

શહેરના વોર્ડ નં. ૯ માં આવેલ મધુવન પાર્ક, સરીતા પાર્ક અને રઘુવીર પાર્ક ખાતે રૂ. ૨૦ લાખના ખર્ચે ડામર રોડ રી-કાર્પેટ કામ શરૂ કરાતા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતીમાં ખાતમૂહુર્ત કરવામાં આવેલ. સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર મુજબ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં માર્ગ કામો ચાલી રહ્યા છે. તે અંતર્ગત આ કામ હાથ ધરાયુ હતુ. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ મારૂ, જીતુભાઇ કાટોળીયા, દક્ષાબેન વસાણી, જાગૃતીબેન ભાણવડીયા, વિજય આહીર, જયસુખ કાથરોટીયા, આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, દેવ ગજેરા, સતીષ વાઘાણી, શાંતિલાલ ડઢાણીયા, પી.એમ. પટેલ, મનસુખભાઇ મેરજા, મથુરભાઇ વિરાણી, અંજુબેન કણસાગરા તેમજ સ્થાનિક અગ્રણીઓ મહેશભાઇ ચિતરોલા, અનીતાબેન કગથરા, કંચનબેન, નીનાબેન પાંચાણી, અસ્મીતાબેન, પન્નાબેન, મીતલબેન કુંડલીયા, પાયલબેન વાઘાણી, પ્રિયાબેન વાઘાણી, આશાબેન ચિત્રોલા, વનીતાબેન વૈષ્ણવ, રમેશભાઇ કાપડીયા, વિશાલભાઇ ઠુંમર, લતેશભાઇ ગોસ્વામી, શૈલેષભાઇ પરમાર, હસમુખભાઇ, ભાવેશભાઇ જોધાણી, અરવિંદભાઇ ચિત્રોલા, વલ્લભભાઇ વૈ શ્ણવ, અમરીશભાઇ ચોવટીયા, કીરણભાઇ ચંદારાણા, હીરેનભાઇ કગથરા, લલીતભાઇ પટેલ, મનીષાબેન માંકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)