રાજકોટ
News of Sunday, 29th May 2022

રાજકોટમાં આજે કિસનપરા ચોક ખાતે IPL ફાઇનલ મેચનું વિશાળ સ્ક્રીન પર જીવંત પ્રસારણ

ફાઇનલ મેચના રોમાંચમાં વધારો કરવા ડીજે ના સંગીતની વ્યવસ્થા: 16X26 ફૂટની જાયન્ટ સ્ક્રીન: શહેરીજનોને ઉમટી પડવા મ્યુનિ. કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ: આજે તા.29ના રોજ સાંજે આઈ.પી.એલ.. ટી20 ટુર્નામેન્ટનો ફાઇનલ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે.  પ્રથમ વખત આઈ.પી.એલ. રમતી ગુજરાત ટાઈટન્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ફાઇનલ મેચમાં ગુજરાત ટીમનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થશે.

           મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે આ મેચનું જીવંત પ્રસારણ કિસાન પરા ચોક, રેસકોર્સ ખાતે સાંજે 6.30 વાગ્યાથી 16X26 ફૂટની જાયન્ટ સ્ક્રીન પર કરવામાં આવશે. ફાઇનલ મેચના રોમાંચમાં વધારો કરવા ડીજે ના સંગીતની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. 

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠનના હોદેદારો વગેરે ઉપસ્થિત રહેશે. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયુ છે. 

(3:07 pm IST)