રાજકોટ
News of Wednesday, 29th June 2022

રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં એક વધારાનો ફર્સ્ટ એસી કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે

રાજકોટ : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 22905/22906 ઓખા - શાલીમાર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 03.07.2022 થી ઓખા થી અને 05.07.2022 થી શાલીમારથી.

2. ટ્રેન નંબર 22969/22970 ઓખા - વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી ઓખા થી અને 09.07.2022 થી વારાણસીથી.

3. ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 04.07.2022થી ઓખાથી અને 05.07.2022થી જયપુરથી.

4. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ - રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022 થી રાજકોટ થી અને 04.07.2022 થી રીવા થી.

5. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી રાજકોટથી અને 08.07.2022 થી દિલ્હી સરાય રોહિલ્લા થી.

તેમ અભિનવ જેફ,વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક,પશ્ચિમ રેલવે, રાજકોટ મંડળ. ( ફોન નંબર 0281-2458262) ની યાદીમાં જણાવાયું છે

(4:47 pm IST)