રાજકોટ
News of Wednesday, 29th June 2022

મંજુર... મંજુર... ૧૭.૭૪ કરોડના વિકાસ કામોને લીલીઝંડી

વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્‍તારોમાં ૩.૪૮ કરોડના ખર્ચે રસ્‍તાઓ મેટલીંગથી મઢાશેઃ વોર્ડ નં. ૮, ૧૦, ૧૧ તથા ૧૮ના વિવિધ વિસ્‍તારોમાં ૧.પ કરોડના ખર્ચે પેવીંગ બ્‍લોક નખાશેઃ તમામ બાવન દરખાસ્‍તો અંગે નિર્ણય કરતી સ્‍ટેન્‍ડીંગ કમીટી

રાજકોટ,તા.૨૮ : મ્‍યુ. કોર્પોરેશનની સ્‍ટે. કમિટીની જમ્‍બો મિટીંગ આજે ચેરમેન પુષ્‍કર પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી. જેમાં એજન્‍ડા પર રહેલી ૫૨ પૈકી ૫૦ દરખાસ્‍તા સાથે ૧૭.૭૪ કરોડના વિકાસકામો મંજુર કરાયા હતા.
ભાજપ સંકલન બાદ મળેલી સ્‍ટે. કમિટીમાં વોર્ડનં .૧૧ના વિવિધ વિસ્‍તારોમાં મેટલીંગ કામ, વોર્ડનં.૮,૧૦,૧૧ તથા ૧૮ના વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોકના કામો વોર્ડનં.૪ના નવુ આરોગ્‍ય કેન્‍દ્ર, ભગવતીપરામાં બ્રીજ સહિતની ૫૨ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેની વિગતો આ મુજબ છે.
વોર્ડનં.૧૧માં ૩.૪૮ કરોડના ખર્ચે મેટલિંગ
શહેરના વોર્ડનં.૧૧ના ટી.પી સ્‍કીમનં ૨૬ ,૨૭ અને ૨૮ના જુદા-જુદા ટી.પી રસ્‍તાઓમાં ૩.૪૮ કરોડના ખર્ચે મેટલિંગ કરવામાં આવશે. આ કામ અંતર્ગત આશરે ૯૯ હજાર ચો.મી. માં મેટલિંગ કરાશે. આ કામ થવાથી કણકોટ રોડ આસપાસના વિસ્‍તારો, કોર્ટયાર્ડ રોડ, સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટ, આયરલેન્‍ડ સોસાયટી આસપાસના વિસ્‍તરોના આશરે ૨૫ હજાર લોકોની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત વોર્ડનં.૧માં ઘંટેશ્વર વિસ્‍તારમાં એફ.સી.આઇ. ગોડાઉન રોડ ઉપર જામનગર રોડથી નવા કોર્ટ રોડ બિલ્‍ડીંગ વચ્‍ચે ના બાકી રહેતા ભાગમાં ૨૯.૪૪ કરોડના ખર્ચે સિમેન્‍ટ કોક્રીટ રોડ બનાવાશે.
૧.૫ કરોડના ખર્ચે પેવિંગ બ્‍લોક
વોર્ડનં.૧૮ના આર્દશ શિવાલય પાર્ક ૨માં ૧૨.૭ લાખના ખર્ચે વોર્ડનં.૮માં અમરનાથ પ્‍લોટ, ગુલાબનગર, યોગી દર્શન, યોગી વંદના, મહાદેવ વાડી મેઇન રોડ, અમીનમાર્ગ સહીતના વિસ્‍તારોમાં ૬૩ લાખના ખર્ચે, વોર્ડનં. ૧૦માં સદ્દગુરૂ નગર, પંચાયત નગર વિસ્‍તારમાં ૧૨.૯૦ લાખના ખર્ચે પેવિંગ બ્‍લોક નાખવામાં આવશે.
આ ઉપરાંત શહેરના વોર્ડનં.૧૫માં ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે આવેલ મોહનભાઇ સરવૈયા કોમ્‍યુનીટી હોલમાં ૧૧.૪૦ લાખના ખર્ચે રીનોવેશન કરવા, વોર્ડનં. ૪માં વેલનાથ પરા ૨૪મી. ટી.પી. રોડ પર ૩.૯૫ કરોડના ખર્ચે બ્રીજ બનાવા મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ જુના આરોગ્‍ય કેન્‍દ્રને ડીસમેન્‍ટલ કરી સાહેબ પાર્ક વિસ્‍તારમાં ૧.૧૩ કરોડના ખર્ચે નવુ આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવા, હોલ માર્કિંગ ઔદ્યોગિક એકમો માટે નવી પોલીસી બનાવવા સહિતની ૫૨ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો છે.

(3:18 pm IST)