રાજકોટ
News of Wednesday, 29th June 2022

જગન્‍નાથજીની રથયાત્રા અંતર્ગત તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ક્રાઇમ બ્રાન્‍ચનું ફૂટ પેટ્રોલિંગ અને કોમ્‍બિંગ

રાજકોટઃ શહેરમાં જગન્‍નાથજી ભગવાનની રથયાત્રા અષાઢી બીજે નિકળનારી હોઈ તે અંતર્ગત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્‍બિંગ કરવામાં આવ્‍યું હતું. તે દ્રશ્‍યો તસવીરોમાં જોઈ શકાય છે. શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદની રાહબરીમાં આગામી દિવસોમાં બંદોબસ્‍તની સ્‍કીમ ઘડી કાઢવામાં આવશે. ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસિયાની રાહબરીમાં પીઆઇ વાય.બી. જાડેજા, પીઆઇ જે.વી. ધોળા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ કે. ડી. પટેલ સહિતની ટીમોએ પેટ્રોલિંગ અને કોમ્‍બિંગ કર્યુ હતું.

(10:35 am IST)