રાજકોટ
News of Wednesday, 29th June 2022

મેહુલનગરમાંથી સગીરને ચોરાઉ બાઇક સાથે એલસીબી ઝોન-૧ની ટીમે પકડ્યો

રાજકોટ તા. ૨૯: નિલકંઠ ટોકિઝ પાછળ મેહુલનગરમાંથી ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે ઉકેલી એક સગીરને બાઇક સાથે પકડી લઇ વાહનચોરીનો ભેદ ઉકેલ્યો છે.

ટીમના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરને મળેલી માહિતી પરથી મેહુલનગરમાંથી સગીરને બાઇક સાથે અટકાવ્યો હતો અને તેના કાગળો અંગે પુછતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પોકેટકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં આ બાઇકના માલિક અન્ય કોઇ હોવાનું ખુલતાં વધુ પુછતાછ થતાં સગીરે વાહન ચોરાઉ હોવાનું કબુલતાં કબ્જે કરી તેના વિરૃધ્ધ કાર્યવાહી કરી હતી. ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(12:12 pm IST)