રાજકોટ
News of Wednesday, 29th June 2022

ગોંડલના વિંઝીવડ ગામે ગાળો બોલવાની ના પાડતા પ્રભાબેન ઉપર ધોકાથી હુમલો

પડધરીના ચલોલ ગામે જમીન પ્રશ્ને કમાભાઇ ઉપર ભાઇ વશરામનો લાકડીથી હુમલો

રાજકોટ, તા., ૨૯: ગોંડલના વિંઝીવડ ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા ઉપર બે શખ્સોએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ વિઝીંવટ ગામે રહેતા પ્રભાબેન કેરૃભાઇ પરમાર (ઉ.વ.૪ર) ઉપર નિલેશ લખુભાઇ પરમાર રે. રાજકોટ તથા વિજય વજુભાઇ પરમાર રે. વિંઝીવડએ લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા કરી હતી. આરોપી નિલેશ પ્રભાબેનના ઘર પાસે ગાળો બોલતો હોય ગાળો બોલવાની ના પાડતા ઉકત બંને  શખ્સોએ માર માર્યો હતો. આ અંગે પ્રભાબેને ઉકત બંન્ને શખ્સો સામે ફરીયાદ કરતા તાલુકા પોલીસના હેડ કો. ડી.એચ.સાકરીયાએ તપાસ હાથ ધરી છ. બીજા બનાવમાં પડધરીના ચલોલ ગામે રહેતા કમાભાઇ ગોરાભાઇ ગોહલ (ઉ.વ.૭૧) તેની જમીનમા઼ લેવલ કરાવતા હોય તેના ભાઇ વશરામભાઇએ ત્યાં આવી લાકડીથી હુમલો કરતા કમાભાઇને ઇજા થઇ હતી. જમીનના ભાગ પ્રશ્ને કમાભાઇ ઉપર તેના ભાઇ વશરામભાઇએ હુમલો કરી માર માર્યો હતો. પડધરી પોલીસે કમાભાઇની ફરીયાદ ઉપરથી વશરામભાઇ ઉપર ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. પી.પી.સોલંકી ચલાવી રહયા છે.

(2:15 pm IST)