રાજકોટ
News of Wednesday, 29th June 2022

ગોંડલ યાર્ડમાં જુગારના હાટડામાં ૯.૭૪ લાખના રોકડ સાથે ૫ શખ્સો પકડાયા

વિજય વોરા તેની દુકાનમાં જુગાર રમાડતો'તોઃ એલસીબીનો દરોડો

રાજકોટ,તા. ૨૯: ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડમાં  દુકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રાજકોટ એલસીબી  રેઇડ કરી ૯.૭૪ લાખની રોકડ સાથે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા , પીએસઆઈ એસ.જે.રાણા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર નાઓને મળેલ ખાનગી રાહે બાતમી આધારે ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ માં આવેલ વૈભવ કોટન નામની દુકાનના માલીક વિજયભાઇ ભીખાભાઇ વોરા રહે. ગોંડલ વાળો બહારથી માણસો બોલાવી તેને પાણી લાઇટ તથા જુગારને લગતી તમામ સવલતો પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપાનાના પતા વડે નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતો હોય (૧) વિજય ભીખાભાઇ વોરા રહે. ગોંડલ માલવીયાનગર જેતપુર રોડ (૨) ગીરીશદામજીભાઇ ગોંડલીયા રહે. ગોંડલ ગુંદાળા ફાટક (૩) શૈલેષ વલ્લભભાઇ વાછાણી રહે. ગોંડલ ગુંદાળા રોડ (૪) વીપુલ વિઠ્ઠલભાઇ વીસાવેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડ તથા (૫) શૈલેષ મનજીભાઇ રૃપારેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડઙ્ગ વાળાઓને રોકડા રૃપિયા ,૭૪,૦૦૦ મોબાઇલ ફોન નંગ- ૫ કી.રૃ. ૪૫,૫૦૦ મળી કુલ રૃપિયા ૧૦,૧૯,૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઇ મહેશભાઇ જાની, અનીલભાઇ ગુજરાતી, શકિતસિંહ જાડેજા, રૃપકભાઇ બોદરા, પો.કો. પ્રહલાદસિંહ રાઠોડ, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, ઘનશ્યામસિંહ જાડેજા, અમુભાઇ વિરડી તથા સાહિલભાઇ ખોખર રોકાયા હતા.

(2:19 pm IST)