રાજકોટ
News of Wednesday, 29th June 2022

કાલે છેલ્લો દિ'...મિલકત વેરા વળતર યોજનાનો

આજ દિન સુધીમાં ૨.૮૩ લાખ કરદાતાઓએ રૂા. ૧૭૬.૫૬ કરોડનો વેરો ભર્યો : ૧.૭૬ લાખ કરદાતાએ ઓનલાઇન કર ચુકવ્‍યો

રાજકોટ તા. ૨૯ : મનપાની બીજા તક્કાની વેરા વળતર યોજના પૂરી થવા આડે હવે એક દિવસ બાકી રહ્યો છે. આ મહિનામાં ૧૬ હજાર કરદાતાઓ દ્વારા ૧૭.૯૨ કરોડની આવક થઇ છે. ચાલુ નાણાકીય વર્ષની વેરાની કુલ આવક ૧૭૬.૫૬ કરોડ થઇ છે.
૩૦ મે સુધીમાં દર વર્ષની જેમ પુરૂષ મિલકત ધારકને ૧૦ ટકા અને મહિલા મિલકત ધારકને ૧૫ ટકા રીબેટની યોજના આપવામાં આવે છે. આ વર્ષે ૩૦ મે સુધીમાં મનપાની તિજોરીમાં બેઠા-બેઠા ૧૫૮ કરોડ ઠલવાઇ ગયા હતા.
 સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં ે તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજે તા.૨૯ જુન સુધીમાં ૨,૮૩,૩૭૭ કરદાતાઓએ એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. ૧૭૬.૫૬ કરોડની રકમ ભરપાઈ કરી છે.
આજે તા.૨૯ જુન સુધીમાં ૨,૮૩,૩૭૭ કરદાતાઓએ કુલ રૂ.૧૭૬.૫૬ કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. ૧,૭૬,૦૭૫ કરદાતાઓએ ઓનલાઈન ટેક્‍સ પેમેન્‍ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂ. ૯૭.૫૨ કરોડની રકમ ભરપાઈ કરેલ છે.
૧ જુન થી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫% વળતરᅠઆપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર આપવામાં આવ્‍યુ છે.

 

(2:57 pm IST)