રાજકોટ
News of Wednesday, 29th June 2022

મનપા હસ્‍તકના ૫ સ્‍વીમીંગ પુલ તથા સ્‍પોર્ટસ પ્રવૃત્તિ માટે કાલથી રજીસ્‍ટ્રેશન

માસીક તથા ત્રિમાસીક મેમ્‍બરશીપ લઇ શકાશે : ઓનલાઇન - સિવિક સેન્‍ટરો - વોર્ડ ઓફિસે નોંધણી થઇ શકશે

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક,ᅠસિન્‍થેટીક ટેનીસ કોર્ટ,ᅠબાસ્‍કેટ બોલ કોર્ટ,ᅠરેસકોર્ષ જીમ,ᅠનાના મવા મલ્‍ટિ એક્‍ટીવિટી સેન્‍ટર લેડિઝ જીમ,ᅠશેઠ હાઇસ્‍કુલ જીમᅠતથા સ્‍નાનાગારો સરદાર વલલ્‍ભભાઇ પટેલ સ્‍નાનાગારᅠકોઠારીયા રોડ,ᅠમહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍નાનાગારᅠકાલાવડ રોડ, લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર રેસકોર્ષ, સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્‍નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.
ઉપરોક્‍ત તમામ રમતગમત તથા સ્‍નાનાગારની સુવિધાઓનુ માસિક તથા ત્રીમાસિક મેમ્‍બરશીપ માટે રજીસ્‍ટ્રેશન કાલે તા.૩૦ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકથીᅠઓનલાઇન તથા મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.

 

(3:02 pm IST)