કાલાવડ રોડ શ્રીનાથજીની હવેલી પાસે વૃધ્ધા શીલાબેનના પર્સની ચીલઝડપ
પર્સમાં બે હજાર રોકડા, મોબાઇલ હતો
રાજકોટ તા. ર૯ : કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં શ્રીનાથજીની હવેલી પાસ ેએકટીવા પર જઇ રહેલા વૃધ્ધ દંપતીને ચીલ ઝડપકારે નિશાન બનાવી વૃધ્ધાની રોકડ ભરેલુ પર્સ ઝૂંટવી નાશી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટીપ્લોટની સામે રામ અમર કુટીર સોસાયટીમાં રહેતા અરૃણભાઇ જમનાદાસભાઇ ગુજજર (ઉ.૭૪) ગઇકાલે પત્ની શીલાબેન સાથે એકટીવામાં સાધુવાસવાણી રોડ પરથી પોતાના ઘરે જતા હતા ત્યારે કાલાવડ રોડ પર શ્રીનાથજીની હવેલી પાસે પહોંચતા પાછળથી નંબર વગરના બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે ઝોંટ મારી શીલાબેનના રૃા.ર૦૦૦ ની રોકડ તથા મોબાઇલ સાથેનુ પર્સ ઝૂંટવી નાશી ગયો હતો આ બનાવ અંગે અરૃણભાઇ ગજજરે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એન. કે. રાજપુરોહીતે તપાસ હાથ ધરી છે.