રાજકોટ
News of Wednesday, 29th June 2022

પૂ.શ્રી ઈન્‍દુબાઈ મહાસતીજીનો ૧૦મો વાર્ષિક પુણ્‍યસ્‍મૃતિદિન ઉજવાશે

સૌરાષ્‍ટ્રના સિંહણ, તીર્થસ્‍વરૂપા, વચનસિધ્‍ધિકા

રાજકોટ,તા.૨૯: ગો.સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ ભગવાનતુલ્‍ય બા.બ્ર.પૂ.શ્રી ઈન્‍દુબાઈ મહાસતીજીનો તા.૭ જુલાઈના રોજ દશમો વાર્ષિક પુણ્‍યસ્‍મૃતિદિન નિમિતે સવારના ૬ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધી ભવ્‍યાતિભવ્‍ય અનેરા આયોજન રહેશે. જેમાં સવારે ૭ થી ૮ માનવસેવા સ્‍વધર્મી બંધુઓને નવકારશી ૮ થી ૯ સોનલ સદાવ્રત સમારોહ, ૯ થી ૧૦ ઔષધદાન (સોનલ સારવાર સહાય), સોનલ શૈક્ષણિકદાન, રેનબસેરાને સહારાદાન આપવામાં આવશે. ૧૦ થી ૧૧ મુંગા અબોલ જીવોને અનુકંપાદાન ત્‍યારબાદ ૧૦:૩૦ થી ૧ સુધી પુણ્‍યાશ્રાવકની ત્રિરંગી સામાયિક ૧૧: ૧૫ થી ૧૧:૪૫ સુધી ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામથી ઈન્‍દુબાઈ મહાસતીજી ચોક સુધી મૌનયાત્રા યોજાશે.

પૂ.મોટા સ્‍વામી રોજ ૧૫૧ માળા કરતા અને રોજની ૧૧,૦૦૦ ગાથાનું સ્‍વાધ્‍યાય કરતા હતા. તેઓની અનુમોદના માટે બધાએ ૧૧ નવકારવાળી મૌનસહિત કરવાની છે. ત્‍યારબાદ ૧૨:૨૦ થી ૧૨:૩૯ સુધી દિવ્‍યજાપ ત્રિરંગી સામાયિક તથા દિવ્‍યજાપના બહુમાનના લાભાર્થી મોટા મહાસતીજીના પરમ ગુરૂણી ભકતો છે.

જેમણે આ દિવ્‍ય આયોજનમાં ભાગ લેવો હોય તેમણે સામાયિકના ઉપકરણ સાથે જ આવવાનું રહેશે. આની સાથે ખાસ વિશેષ કાર્યક્રમ પૂ.મહાસતીજી જયારે આ ધરતી પરથી ૧૨:૩૯ના સમયે વિદાય લીધેલ તે સમયે તમામ ગુરૂણીભકતો ‘ઈન્‍દુબાઈ સ્‍વામી શરણં મમઃ'ના જાપ કરશે.

સવારે ૧૦:૩૦ કલાકે ટોકન પાસ આપી દેવામાં આવશે. ૧૦:૩૦ પછી ટોકન પાસ આપવાનું બંધ કરવામાં આવશે. માટે સમયસર પહોંચવા ભાવભર્યું આમંત્રણ. સફેદ વષાો ફરજીયાત છે.

(3:32 pm IST)