રાજકોટ
News of Wednesday, 29th June 2022

વોર્ડ નં. ૧૧માં રૂા. ૩.૯પ કરોડનાં કામો મંજુરઃ કોર્પોરેટરોના પ્રયત્‍નો સફળ

ગઇકાલની સ્‍ટેન્‍ડિગ કમિટીમાં આ વિસ્‍તારના વિવિધ વિકાસ કામો મંજુર થતા પદાધિકારીઓનો ભારતીબેન, લીલુબેન, :વિનુભાઇ તથા રણજીતભાઇએ આભાર વ્‍યકત કર્યો હતો

રાજકોટ, તા. ર૯ : શહેરના વિકસીત વિસ્‍તારો પૈકી વોર્ડ નં-૧૧ના વિકસીત વિસ્‍તારોમાં મહાનગરપાલિકાના વિકસિત વિસ્‍તારોમાં મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવ સાહેબ, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ડે.મેયર મતી ડો.દર્શિતાબેન શાહ તેમજ સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યો દ્વારા વોર્ડ નં.-૧૧ના વિવિધ વિસ્‍તારોમાં ૩.૯૫ કરોડના વિકાસ કામો જેવાકે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ, રસ્‍તા મેટલીંગ, ગાર્ડન ડેવલોપમેન્‍ટ તથા જાળવણી કરવાના જેવા કામો વગેરે મંજુર કરીને ચાલુ કરવામાં આવ્‍યા છે.

વોર્ડ નં.-૧૧ના નવા વિકસીત વિસ્‍તારોમાં વિકાસ કામોની વણઝાર શરૂ કરવા બદલ કોર્પોરેટરઓ ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા, લીલુબેન છગનભાઈ જાદવ,  વિનુભાઈ સોરઠીયા,  રણજીતભાઈ સાગઠીયાએ મહાનગરપાલિકાના શાસકોનો આભાર વ્‍યકત કર્યો છે

(3:36 pm IST)