રાજકોટ
News of Wednesday, 29th June 2022

રેડ ક્રોસ સોસાયટી દ્વારા આગામી કાર્યક્રમોની તૈયારી

 ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીની ઝોનલ મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં સૌરાષ્‍ટ્ર વિભાગનું મુખ્‍ય મથક રાજકોટને ગણી તેના કન્‍વીનર તરીકેની જવાબદારી રેડ ક્રોસ રાજકોટના ચેરમેન ડો. દીપકભાઇ નારોલાને સોંપવામાં આવી હતી. તેમના દ્વારા આગામી કાર્યક્રમો માટે  થેલેસેમીયા પ્રીવેન્‍શન, બ્રાંચ ડેવલપમેન્‍ટ, જુનીયર યુથ રેડ ક્રોસ, ફર્સ્‍ટ એઇડ, બ્‍લડ સેનટર, એલ્‍ડરલી હોમ કેર કોર્ષ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એમ અલગ અલગ સમિતિઓની રચના કરી  બે કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી. આગામી દિવસોમાં રેડ ક્રોસ સામાજીક સેવાકીય પ્રવૃત્તિ થકી છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્‍ન કરશે.

(3:41 pm IST)