રાજકોટ
News of Wednesday, 29th June 2022

હાલો ભેરુ ગામડે અભિયાન અંતર્ગત શનિવારે કોલકી કાર્યાલયનું ઉદ્દધાટનઃ ત્રિવિધ કાર્યક્રમો

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસર પ્રેરીત પ્રોજેકટઃકુટીર ઉદ્યોગ, વૃક્ષોનું વાવેતર, સન્‍માન સમારંભ સહિતના પ્રોજેકટ હાથ ધરાશે

રાજકોટઃ ઉમયિા માતાજી મંદિર ટ્રસ્‍ટ-સિદસર પ્રેરીત પ્રોજેકટ (૧) હાલો ભેરૂ ગામડે તથા (૨) મિશન ગ્રીન કોલકી યોજના અંતર્ગત આગામી શનિવારનાં રોજ કોલકી શાખાનું ઉદ્દઘાટન સિદસર મંદિરના પ્રમુખશ્રી જયરામભાઇ વાસજાળીયાના વરદ હસ્‍તે રાખેલ છે. આ અંતર્ગત સવારે ૧૦.૩૦થી ૧૨:૩૦  ત્રિવિધ કાર્યક્રમો યોજાયેલ છે.(૧) હાલો ભેરૂ ગામડે શિર્ષક હેઠળ વિવિધ પ્રવૃતિઓ જેવી કે, કુટીર-ઉદ્યોગ લોનથી સ્‍વરોજગારી, બિન-અનામત નિગમની વિવિધ યોજનાઓ, વોકેશનલ ગાઇડન્‍સ, જેવી સ્‍વ-રોજગારીલક્ષી યોજનાઓનાં માર્ગદર્શન કેમ્‍પ યોજીને ગામડાનું યુવાધનની શહેર તરફથી દોડ ઓછી થાય તેવા પ્રયત્‍નો કરનાર છે. મિશન ગ્રીન કોલકી યોજના હેઠળ ૨૬૦૦ જેટલા વૃક્ષોનુેં થયેલું વાવેતરને ઉછેરવાનું ભગીરથ કાર્ય ચાલુ છે તદઉપરાંત વધારાના ૬ હજાર વૃક્ષોને ઉગાડવાનો સંકલ્‍પ ગ્રામજનોએ કરેલ છે. તેને સાકાર  કરવા શહેરી ઁિવસ્‍તારમાં વસતા કોલકી ગામના વતનીઓને આ યોજનામાં જોડીને ગામની સમૃધ્‍ધિમાં વધારો કરવો.એકતા ફાઉન્‍ડેશન મારફત ગામમાં ચક્ષુદાન, બ્‍લડ ડોનેશન, ચશ્‍મા વિતરણ, નોટબુક વિતરણ, વાનગી સ્‍પર્ધા, તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન, યોગા, મેડીટેશન અને વિવિધ કસરતો શિખવવાનો કેમ્‍પ શરૂ થશે અને છેલ્‍લે એકતા ફાઉન્‍ડેશન દ્વારા લેઉવા-કડવા પટેલના યુવક-યુવતીઓ લગ્નગ્રંથીથી જોડાય તે માટે રોટી-બેટીના વ્‍યવહારનો પ્રોજેકટ અમલમાં મુકશે.

 આ કાર્યક્રમની વિસ્‍તૃત વિગતો માટે રાજકોટનાં એડવોકેટ એન્‍ડ નોટરી રમેશભાઇ ઘોડાસરા મો. ૭૨૦૨૦ ૭૭૭૭૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:45 pm IST)