રાજકોટ
News of Wednesday, 29th June 2022

રાજકોટ રેલવે ડિવિઝનને પ્રતિષ્‍ઠિત ‘કોમર્શિયલ પબ્‍લિસિટી' શિલ્‍ડ પ્રાપ્ત થઈ

શ્રેષ્‍ઠ કામગીરી બદલ ૮ રેલવે કર્મચારીઓનું પ્રિન્‍સિપાલ સી.સી.એમ. એ કર્યુ સન્‍માન

રાજકોટ, તા. ર૯ : રાજકોટ રેલવે વિભાગે વેસ્‍ટર્ન રેલવેમાં કોમર્શિયલ એડવરટાઈસમેંટ થી ઉત્‍કળષ્ટ આવક મેળવીને પ્રતિષ્ઠિત ‘કોમર્શિયલ પબ્‍લિસિટી' શિલ્‍ડ જીતી છે. આ શિલ્‍ડ રાજકોટ અને રતલામ વિભાગને સંયુક્‍ત રીતે આપવામાં આવી છે. ચર્ચગેટ, મુંબઈ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પヘમિ રેલવેના પ્રિન્‍સિપાલ સીસીએમ (પ્રિન્‍સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર) શ્રી રાજકુમાર લાલ દ્વારા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફને ‘કોમર્શિયલ પબ્‍લિસિટી' શિલ્‍ડ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝને વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ રેલવે સ્‍ટેશનો પર ર્હોડિંગ્‍સ, કિઓસ્‍ક, એટીએમ વગેરે મૂકીને અને ટ્રેનની અંદર અને બહાર જાહેરાતો દ્વારા રૂ. ૧.૬૮ કરોડની આવક મેળવી છે. આ સાથે રાજકોટ ડિવિઝનના કોમર્સ વિભાગના ૮ કર્મચારીઓને પ્રિન્‍સીપાલ સી.સી.એમ.ના હસ્‍તે ઉત્‍કળષ્ટ કામગીરી કરવા બદલ રોકડ પુરસ્‍કાર અને મેરિટ સર્ટિફિકેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં કે.એન.જોબનપુત્રા (મુખ્‍ય ટિકિટ નિરીક્ષક-રાજકોટ), શ્રી કિરણ ડી ઓઝા (મુખ્‍ય ટિકિટ નિરીક્ષક-રાજકોટ), શ્રી કાબુલ હુસૈન (રિઝર્વેશન સુપરવાઈઝર-રાજકોટ), શ્રી કેતન વસા (કોમર્શિયલ ઈન્‍સ્‍પેક્‍ટર-રાજકોટ), કુમારી કિરણ વાઝા (ઓફિસ અધિક્ષક- વાણિજ્‍ય વિભાગ-રાજકોટ), શ્રી અભય ઉમરેઠીયા (ગુડ્‍સ સુપરવાઈઝર-મોરબી), શ્રી ઉષિજ પંડ્‍યા (સિનિયર બુકિંગ સુપરવાઈઝર-રાજકોટ) અને શ્રી પ્રકાશ હડીયલ (જનરલ મદદનીશ-રાજકોટ) નો સમાવેશ થાય છે. રાજકોટના ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને કોમર્શિયલ પબ્‍લિસિટી ની શિલ્‍ડ જીતવા બદલ સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફને અને ઉત્‍કળષ્ટ કાર્ય માટે એવોર્ડ મેળવનાર રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા છે.

(3:53 pm IST)