રાજકોટ
News of Wednesday, 29th June 2022

સીતારામ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ પ હજારની રોકડ કબજે

રાજકોટ તા. ર૯ : કોઠારિયા સોલવન્‍ટ નજીક આવેલી સીતારામ સોસાયટી પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સીતારામ સોસાયટીમાં આવેલા મેદાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.કે.ગઢવી તથા કોન્‍સ પ્રદિપસિંહ ગોહિલ સહિતે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કોઠારિયા સોલવન્‍ટ પાસે બીલેશ્વર પાર્ક શેરી નં. રના રમણીકગીરી ઉર્ફે મહારાજ ઇશ્વરગીરી અપારનાથી, અજય પ્રવિણભાઇ ગૌસ્‍વામી, સાગર ચોક ત્રણ માંળીયા કવાર્ટર નં.૧ર બ્‍લોક નં. ૬ના આદમ ઇસ્‍માઇલભાઇ ભટ્ટી, બીલેશ્વર પાર્કમાં દીલીપ અમરભારથી ગોસ્‍વામી અને દીલીપ કાળુભાઇ પરમારને પકડી લઇ રૂા.પ૧૯૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

(4:12 pm IST)