રાજકોટ
News of Wednesday, 29th June 2022

મનપાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ખડકી દેનાર બે વિજ્ઞાપન એજન્‍સીઓને નોટીસ

ક્રિષ્‍ના કોમ્‍યુનિકેશન તથા જાનકી એડ્‍. ને ૭ દિ'માં હોર્ડિગ ઉતારવા તાકીદ

રાજકોટ,તા. ર૯ :  મહાનગર પાલિકાની એસ્‍ટેટ અને ટી.પી. શાખા દ્વારા જી.ડી.સી.આર.ના નિયમોનુસાર શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા મંજુરી આપવામાં આવે છે. શહેરમાં કેટલીક ખાનગી મિલકત / પ્‍લોટ પર  મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હોવાનું ધ્‍યાને આવેલ છે.

તાજેતરમાં વાવાઝોડામાં આ પ્રકારના બોર્ડ પડવાના બનાવ પણ બનવા પામેલ છે. જેથી મહાનગરપાલિકા દ્વારા ક્રિષ્‍ના કોમ્‍યુનીકેશન તથા જાનકી એડ.ને નોટીસ ઈસ્‍યુ કરવામાં આવેલ છે. વિશેષમાં આ પ્રકારના મંજુરી વગરના તમામ બોર્ડ દિન-૭માં ઉતારી લેવા પણ તાકીદ કરવામાં આવી.

કોઈ કિસ્‍સામાં ખાનગી મિલકત પર મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હશે તો, જે-તે મિલકતના માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો વિરૂધ્‍ધ તેમજ બોર્ડ ચલાવતી એજન્‍સી વિરૂધ્‍ધ જી.ડી.સી.આર.ના નિયમોના ભંગ બદલ પગલા લેવામાં આવશે અને પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાવાઝોડા કે અતિવળષ્ટીના કારણે કોઈ પણ બોર્ડ પડવાથી જાનમાલની નુકશાની થશે તો તેવા કિસ્‍સામાં જે-તે મિલકત માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો તથા બોર્ડ ચલાવનાર એજન્‍સીની અંગત જવાબદારી રહેશેનું એસ્‍ટેટ શાખા દ્વારા જણાવાયું હતું.

(4:17 pm IST)