રાજકોટ
News of Thursday, 29th July 2021

'ધોલેરા મીઠા સત્યાગ્રહ ૨'

''આઝાદીપૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોની સત્યાગ્રહની લડતોનો ઇતિહાસ''

સૌરાષ્ટ્રમાંથી ધોલેરા પહોંચેલા સેંકડો સ્વાતંત્ય સેનાનીઓને જેલમાં પુરવામાં આવ્યા પણ સૈનિકોની સંખ્યા ઘણી વધુ હોતા ઘણા સૈનિકો ધોલેરાથી મીઠું લઈને રાણપુર પ્રવેશ્યા અને વિજયોત્સવ ઉજવાયો. જેલમાં સૈનિકોને ત્રાસ આપવાનું ચાલુ હતું.

 સૌરાષ્ટ પત્રનાં અધિપતિ અમૃતલાલ શેઠ સત્યાગ્રહની પૂર્વ તૈયારી માટે નીકળ્યા ત્યારે ૨ યુવાનો સામે મળ્યા અને કહ્યું કે 'ગાંધીજીની લડતમાં જોડાવવા કરાંચીથી આવ્યા છીએ.' એટલે અમૃતલાલ શેઠે તેમને લડતમાં જોડાવવાનો આગ્રહ રાખ્યો અને બંને સંમત થયા. એ ર નવયુવાના એટલે મોહનલાલ મહેતા અને વજુભાઈ શાહ, જેમણે સુકાન સાંભળ્યું અને ગામડે-ગામડે જઈને લોકોને જાગૃત કર્યા.

 લડત દરમ્યાન ગાંધીજી અને વાઈસરોય ઈરવિન વચ્ચે વાટાઘાટો શરૂ થઈ અને પરિણામે જેલમાં પુરાયેલા સર્વે સ્વાતંત્ર્ય સૈનિકોને જેલમાંથી મુકિત મળી.

 અફસોસની વાત એટલી જ હતી કે રતિલાલ વૈદ નામનો યુવાન જેલમાં થયેલ ત્રાસનાં કારણે વીરગતિ પામ્યો. આઝાદી બાદ શહિદ થયેલ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન થયું, અભિવાદન થયું, પેન્શન પણ મળ્યું પણ આઝાદી પૂર્વે શહિદ થયેલ નામી-અનામી સનાનીઓને યાદ કરવામાં આવ્યા છે ખરા?

 દાંડીયાત્રા સમયે ગાંધીજીનું સંબોધન.., 'આ રાજ્ય શેતાની છે અને હું તેનો ક્ષણે ક્ષણે નાશ ઈચ્છું છું. ભલે હું કાગડા-કુતરાની મોતે મારીશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી આશ્રમમાં કદી પાછો નહિ ફરું.'

નવીન ઠકકર

રાજકોટ

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(12:06 pm IST)