ગાયત્રીબા વાઘેલા હવે દર ગુરૂવારે મ.ન.પા.ની કચેરી ખાતે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી સાથે લોક પ્રશ્નો સાંભળશે
રાજકોટ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા ગાયત્રીબા વાઘેલા દર ગુરુવારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી, વિરોધપક્ષ (કોંગ્રેસ) કાર્યાલય ખાતે હાજર રહી વિરોધપક્ષના નેતા શ્રી ભાનુબેન સોરાણીની સાથે લોક પ્રશ્નો સાંભળશેરાજકોટ મહાનગરપાલિકાને લગતા પ્રશ્નોે બાબતે રાજકોટ શહેરની જનતા પોતાના કામ માટે વિરોધપક્ષ કાર્યાલય, રાજકોટ મહાનગરપાલિકા ખાતે લેખિત, મૌખિક અને ઓનલાઈન ડેસ્કમાં પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. કોંગ્રેસ હવે સક્ષમ વિરોધપક્ષ તરીકે મનપાના પ્રશ્નો અને તંત્રને ઢંઢોળી રહ્યું છે અને લોકોને મુશ્કેલીઓ બાબતે સજાગ બની કાર્ય કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો રાજકોટ શહેરમાં સતત લોકોથી વિમુકત થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના વહીવટી અનુભવ ધરાવતા નેતાઓ કોંગ્રેસ કાર્યાલયે સતત હાજર રહેતા કોંગ્રેસના કાર્યકરો અને આમ પ્રજાનો ખુબ જ ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને લોકો સતત વિપક્ષ કાર્યાલય ખાતે પોતાની સમસ્યાઓ લઇ ને જતા જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં પણ કોંગ્રેસ આક્રમક અને સક્ષમ વિપક્ષની ભૂમિકા નિભાવશે. તેવું ગાયત્રીબા વાઘેલા એ જણાવ્યું છે.