રાજકોટ
News of Saturday, 29th August 2020

પોપટપરા નાલા પાસે ભારતીબેનના ઘરમાં જૂગારનો દરોડોઃ ૬ પકડાયા

ક્રાઇમ બ્રાંચના અમિતભાઇ, વિરેન્દ્રસિંહ અને પ્રદિપસિંહની બાતમીઃ પીએસઆઇ પી. એમ.ધાખડાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: પોપટપરા નાલા પાસે નાગબાઇ માતાના મંદિરની સામેની શેરીમાં રહેતાં ભારતીબેન લાલચદભાઇ રાજાણી (ઉ.વ.૩૬) નામના મહિલા પોતાના ઘરમાં માણસો બોલાવી નાલ કાઢી જૂગાર રમાડી રહ્યા હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત ૬ને પકડી લઇ રૂ. ૩૪૨૭૦ની રોકડ કબ્જે કરી છે.

પોલીસે ભારતીબેન ઉપરાંત ભગવાનજી ગુલુમલભાઇ દેવાણી (ઉ.૩૯-રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ સાતમો બાળ બ્લોક નં. ૭૦૧), મુકેશ તોતલદાસ હરવાણી (ઉ.૫૫-રેલનગર ભકિતપાર્ક રોડ ભગવતી પાન પાસે), મનોજ દોલતરામ કુંદલાણી (ઉ.૩૪-રહે. જલારામનગર-૧, જંકશન પ્લોટ), દિપક ભગવાનદાસ એકવાણી (ઉ.૪૦-રહે. રેલનગર શ્રધ્ધા રેસિડેન્સી-૨) તથા મુકેશ લાવરીમલ માકડીયા (ઉ.૪૬-રહે. જામનગર રોડ પરસાણાનગર-૧)ને જૂગાર રમતાં પકડી લઇ ગંજીપાના અને રોકડ કબ્જે કરી હતી.

પીઆઇ વી. કે. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. અમિતભાઇ અગ્રાવત, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, કોન્સ. મિતાલીબેન ઠાકર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમિતભાઇ, વિરેન્દ્રસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઘરધણી ભારતીબેન નાલ ઉઘરાવી જૂગાર રમાડતી હોવાનો કેસ નોંધાયો હતો.

(1:12 pm IST)