રાજકોટ
News of Saturday, 29th August 2020

મોરબી રોડ પરની સોસાયટીઓમાંથી ત્રણ વાહનો ઉઠાવગરી હંકારી ગયા

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ વિસ્તારની અલગ-અલગ સોસાયટીમાંથી બૂલેટ અને બે બાઇક ચોરાઇ જતાં બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

એંસી ફુટ રોડ પર શિવરંજની સોસાયટી-૨માં રહેતાં ઇમિટેશનના ધંધાર્થી અમિત રાજેશભાઇ વેકરીયા (ઉ.૨૫)નું બૂલેટ જીજે૦૩કેજે-૯૮૦૨ રૂ. ૩૫ હજારનું કોઇ મોરબી રોડ શિવરંજની પાર્ક-૨ તેના ઘર પાસેથી ચોરી જતાં તેમજ જય જવાન જય કિસાન સોસાયટી-૨ના વિમલ બાલુભાઇ પઢીયાર (ઉ.૪૦)નું હોન્ડા શાઇન બાઇક જીજે૦૩એચકયુ-૩૩૯૧ રૂ. ૩૫ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં તેમજ મોરબી રોડ જલારામ સોસાયટી-૧માં રહેતાં હિરેન કિશોરભાઇ વાળા (ઉ.૩૭) નામના બાંધકામના ધંધાર્થીનું ટ્વિસ્ટર બાઇક જીજે૦૩ડીઆર-૪૫૮૧ રૂા .૨૫ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં ત્રણેયએ બી-ડિવીઝનમાં ફરિયાદ કરતાં હેડકોનસ. એસ. એમ. માડમ અને એ. જે. બસીયાએ તપાસ હાથ ધરી છે.

દારૂ પી વાહન હંકારતો માધવ દવે પકડાયો

મોરબીમાં લાયન્સનગર નવલખી ફાટક પાસે રહેતો માધવ યોગેશભાઇ દવે (ઉ.વ.૨૯) રાજકોટ આનંદનગર રોડ પર આરએમસી કોમ્યુનિટી હોલ નજીકથી જીજે૦૩એફજે-૫૬૦૫ નંબરનું બાઇક દારૂ પીધેલી હાલતમાં હંકારીને નીકળતાં હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ જાડાએ પકડી લીધો હતો.

(1:13 pm IST)