રાજકોટ
News of Saturday, 29th August 2020

લગ્ન માટે ઉછીના લીધેલા સાડા સાત લાખ રૂપિયા પરત ન આપતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ,તા.૨૯: આ કેસની વિગત છે કે, રાજકોટના મોટા મવા પાછળ, જીવરાજ પાર્ક પાસે, ગ્રીનઆઈસ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રેયસભાઈ ભરતભાઈ નેસડીયાએ તેમના મિત્ર અને ઓળખાણ ધરાવતા હરેશભાઈ ગણેશભાઈ સરવૈયાને લગ્ન કરવા માટે ઉછીના રૂપિયા આપેલા હતા. હરેશભાઈ સરવૈયા જલારામ ચોક, ભકિત નગર સર્કલ, રાજકોટ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર નામનો મેડીકલ ચલાવે છે.

હરેશભાઈ સરવૈયાને શ્રેયસભાઈ નેસડીયા સાથે મિત્રતા અને ઓળખાણ સંબંધો વધુ મજબુત થયા હોવાથી હરેશભાઈ સરવૈયાએ એમના લગ્નના ખર્ચ માટે શ્રેયસભાઈ નેસડીયા પાસેથી દોઢ વર્ષ પહેલા એટલે કે લગ્ન વખતે રૂ.૭,૫૦,૦૦૦ ઉછીના લીધેલા હતા.

આમ દોઢ વર્ષ બાદ શ્રેયસભાઈએ રકમની માંગણી કરતા આ કામના આરોપીએ એમના પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના ખાતાવાળી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, ઢેબર રોડ બ્રાંચ, રાજકોટનો રૂ.૭,૭૫,૦૦૦નો ચેક આપેલો હતો.

જે ચેક શ્રેયસભાઈ નેસડીયાએ તેમની એકસીસ બેંક, મવડી પ્લોટ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'ફન્ડ્સ ઈન્સફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ છે. તેથી આ કામના આરોપીને રકમ ચુકવવાની નોટીસ મોકલાવેલી. આમ છતા રકમ ન ચુકવતા આ કામના ફરીયાદીએ તેમના મિત્ર અને ભારતીય જન ઔષધી કેન્દ્રના માલીક હરેશભાઈ ગણેશભાઈ સરવૈયા ઉપર રાજકોટની કોર્ટમાં તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે. આ કામમાં ફરીયાદી શ્રેયસભાઈ નેસડીયા તરફે વકીલ શ્રી અતુલ સી.ફળદુ રોકાયેલ છે.

(2:33 pm IST)