રાજકોટ
News of Saturday, 29th August 2020

લવમેરેજને લીધે ડખ્ખોઃ અમરનગરમાં રાહુલ સોલંકી અને તેના માતા અનુબેન પર હુમલો

રાહુલના પત્નિ દિવ્યાના ભાઇ, માતા, બહેન સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૯: ચંદ્રેશનગર મેઇન રોડ બહુચર વિદ્યાલય પાસે અમરનગર-૧માં રહેતાં રાહુલ પ્રદિપભાઇ સોલંકી (ખવાસ) (ઉ.વ.૩૦) અને તેના માતા અનુબેન પ્રદિપભાઇ સોલંકી (ઉ.વ.૫૦) પર કુવાડવા રોડ શિવનગરના રવિ, રવિના માતા ઇલાબેન, બહેન સંધ્યાબેન તથા બીજા લોકોએ ઘરે આવી ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રાહુલ કારખાનામાં કામ કરે છે. તેણે છ મહિના પહેલા રવિની બહેન દિવ્યા સાથે લવમેરેજ કર્યા છે. આ કારણે દિવ્યાના માવતર પક્ષ સાથે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી આજે દિવ્યાના ભાઇ, માતા, બહેન સહિતનાએ ઘરે આવી ડખ્ખો કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)