રાજકોટ
News of Saturday, 29th August 2020

વરસાદી પાણી ઉલેચવા બિલ્ડરો મ્યુ. કોર્પોરેશનનો સંપર્ક કરેઃ તંત્ર ટેન્કરની મદદ આપશેઃ ઉદિત અગ્રવાલ

જાહેરમાં પાણી છોડવાની સમસ્યાનો ઉપાય સુચવતાં મ્યુ. કમિશનર

રાજકોટ તા. ર૯ :.. શહેરમાં નાલંદા સોસાયટી પાસેથી બાંધકામ સાઇટના ખાડામાંથી જાહેરમાં વરસાદી પાણી છોડવામાં આવતા આ બાબતનો  વિડીયો પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરૂએ મોકલી અને આ પ્રકારે જાહેરમાં છોડાતાં પાણીની સમસ્યા ઉકેલવા માંગ ઉઠાવી છે. ત્યારે આ બાબતે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે સ્પષ્ટ કર્યુ હતું કે 'બાંધકામ સાઇટો અને સેલરોમાંથી'  પાણી ઉલેચવા માટે બિલ્ડરો ત્થા સેલરમાંથી પાણી છોડતાં લોકોએ મ્યુ. કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક સાધવો આ વિભાગ દ્વારા ટેન્કર મારફત પાણી ઉલેચવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જે લોકો તંત્રને જાણ કર્યા વગર જાહેરમાં પાણી છોડતાં હશે તેઓની સામે નિયમ મુજબ પગલા લેવાશે તેવી તાકીદ પણ શ્રી અગ્રવાલે કરી હતી.

(3:35 pm IST)