રાજકોટ
News of Saturday, 29th August 2020

બેડીથી ખોરાણા સુધીના રસ્તાની સ્વખર્ચ મરામત કરાવતા સરપંચ રમેશ રામાણી

રાજકોટ : તાલુકાના બેડીથી ખોરાણા ગામ સુધીનો ૧૧ કિ.મી.નો રસ્તો વરસાદના કારણે બિસ્માર થઇ જતા ખોરાણાના સરપંચ રમેશભાઇ રામાણીએ ખાડાઓમાં સ્વખર્ચે મોરમ પથરાવી જેસીબીથી રસ્તાની સુધારણા કરતા લોકોને રાહત થઇ છે. વ્યવસ્થામાં ઉપસરપંચ નારણભાઇ ડાભી અને સભ્ય ચંદુભાઇ સાંગાણી સહયોગી બન્યા હતા. પ્રજાના પ્રતિનિધિઓનું આ કાર્ય પ્રજામાં આવકાર્ય બન્યું છે.

(3:39 pm IST)