News of Saturday, 29th August 2020
આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા પ્રશ્ને રજુઆત
વોર્ડ નં. ૧૪ ના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ કરણ કાનગડે શહેરના રોડ રસ્તાની અવદશા અંગે ભારોભાર આક્રોશ વ્યકત કર્યો છે. મોનસુન કામગીરીના નામે લટાર મારી આવનાર તંત્રવાહકોને લોકોની પરેશાની નજરે નહીં ચડતી હોય તેવા સવાલો ઉઠાવ્યા છ? લોકોને દંડવા ડ્રોન ઉડાડનાર તંત્રએ રોડ રસ્તાની હાલત જોવા માટે પણ ડ્રોન ઉડાડવા જોઇએ. સત્વરે માર્ગ મરામતનું કામ શરૂ કરાવવા આમ આદમી પાર્ટીના કરણ કાનગડે માંગણી ઉઠાવી છે.
(3:40 pm IST)