રાજકોટ
News of Saturday, 29th August 2020

રાજકોટ ચંદ્રેશનગરમાં લવમેરેજ કરનાર રાજપૂત યુવાન રાહુલ સોલંકીની હત્યા જેની સાથે લગ્ન કારેલ એ યુવતીના પરિવારજનો એ કારેલ હુમલો જીવલેણ નીવડ્યો

હત્યાનો ભોગ બનનારનો ફાઈલ ફોટો તથા તેના ઘરની તરાસવીર

રાજકોટ ચંદેશનગર માં લવ મેરેજ કરનાર રાજપૂત યુવાનની હત્યા કરી નાખતા ચકચાર જાગી છે જેની સાથે લગ્ન કર્યા એ યુવતીના પરિવારજનોએ કારેલ હુમલો જીવલેણ નિવડતા અને બનાવ હત્યામાં પાલટયો છે

ચંદ્રેશનગર મેઇન રોડ બહુચર વિદ્યાલય પાસે અમરનગર-૧માં રહેતાં રાહુલ પ્રદિપભાઇ સોલંકી (ખવાસ) (ઉ.વ.૩૦) અને તેના માતા અનુબેન પ્રદિપભાઇ સોલંકી (ઉ.વ.૫૦) પર કુવાડવા રોડ શિવનગરના રવિ, રવિના માતા ઇલાબેન, બહેન સંધ્યાબેન તથા બીજા લોકોએ ઘરે આવી ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હોસ્પિતલમાં રાહુલ સોલંકીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.

રાહુલ કારખાનામાં કામ કરે છે. તેણે છ મહિના પહેલા રવિની બહેન દિવ્યા સાથે લવમેરેજ કર્યા છે. આ કારણે દિવ્યાના માવતર પક્ષ સાથે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી આજે દિવ્યાના ભાઇ, માતા, બહેન સહિતનાએ ઘરે આવી ડખ્ખો કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:06 pm IST)