રાજકોટ
News of Saturday, 29th August 2020

રાજકોટના ધરમ સિનેમા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે અકસ્માત: રિક્ષામાં સવાર 5 લોકો પૈકી 2 ને ગંભીર ઇજા પહોંચી

108 એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મારફત હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ :  રાજકોટના ધરમ સિનેમા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે અકસ્માત સર્જયો.

રિક્ષામાં સવાર 5 લોકો પૈકી 2 ને ગંભીર ઇજા  પહોંચી છે. જ્યારે 2 બાળકોને પણ ઇજા પહોંચી છે.

108 એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મદદ થી  હોસ્પિટલમાં ખસેડાયા આવ્‍યા છે. જયારે અકસ્‍માત સર્જી કાર ચાલક કાર મુકી નાશી ગયો છે. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.  

(12:01 am IST)