રાજકોટ
News of Tuesday, 29th September 2020

કાલાવડ રોડ આર.એમ.સી. કવાર્ટરમાંથી દારૂ અને બીયરના જથ્થા સાથે અશોક પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂની ૪૮ બોટલ અને બીયરના ૯૬ ટીન સહિત ર૪ હજારની મત્તા કબ્જે

રાજકોટ, તા.ર૯: શહેરના કાલાવડ રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કવાર્ટરમાંથી દારૂની ૪૮ બોટલ અને ૯૬ બીયરના ટીન સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ વંદના સોસાયટી પાસે આરએમસી કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. નિલેશભાઇ ડામોર સહિતની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બ્લોક નં. ૯ કવાર્ટર નં. ૧૦૯૩માંથી દારૂની ૪ બોટલ અને બીયરના ૯૬ ટીન સાથે અશોક રામજીભાઇ ઘાવરી (ઉ.વ.પ૦)ને પકડી લઇ દારૂ અને બીયરનો જથ્થો અને એક મોબાઇલ મળી રૂ.ર૪,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(3:18 pm IST)