રાજકોટ
News of Tuesday, 29th September 2020

૬૫ વર્ષના વૃધ્ધા ઓકિસજન વગર સાજા થયાઃ ડો. હેતલ આહિર

કેન્સર હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં વધુ ૩ દર્દી સાજા થયા

રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંકલન હેઠળ અદ્યતન હોસ્પિટલો કાર્યરત છે.

રાજકોટમાં કેન્સર કેર સેન્ટર ખાતે ૨૦૦ બેડની અદ્યતન કોરોના હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ કોવીડ હોસ્પિટલમાંથી આજે વધુ ત્રણ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના દર્દી સોમાભાઇ નાનજીભાઇ વાઘેલા સ્વસ્થ થતાં તેમના ભત્રીજા અનિલ વાઘેલાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે કેન્સર કેર હોસ્પિટલમાં કોરોનાની સારવારની બધી જ વ્યવસ્થા છે. મારા કાકાને માત્ર છ દિવસની સારવારમાં રીકવરી આવી ગઇ છે. આજે રાજીપાથી સ્વગૃહે પરત ફરતા આનંદની લાગણી વ્યકત કરી હતી.

ડો. હેતલબેન આહિરે જણાવ્યું હતું કે, ૬૫ વર્ષના પ્રતિભાબેન મોદીને તાવ સહિતના લક્ષણો વખતે વહેલાસર હોસ્પિટલમાં દાખલ થઇ જતા ઓકસિજનની જરૂર વગર જ તેઓ સાજા થઇ ગયાં છે. બીજા એક દર્દી નિરજભાઇ પણ સ્વસ્થ થઇ જતાં રજા આપવામાં આવી હતી.

(3:31 pm IST)