રાજકોટ
News of Tuesday, 29th September 2020

સોૈરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં પેરામેડિકલ સ્ટાફની ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે નોંધનીય કામગીરી

પથારીમાં યુરિન-ટોયલેટ થઇ જતું તો પણ સ્ટાફ સફાઇ કરી આપતોઃ વેણુભાઇ ખાચર

કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ઘાઓ એવા  સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ વોર્ડમાંફરજનિષ્ઠ હાઉસકિપિંગ તથા પેશેન્ટ એટેન્ડેન્ટસ, મેનેજમેન્ટ અને સફાઈ કર્મયોગીઓ સહિતના પેરામેડિકલ સ્ટાફ દ્વારા કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

હાલ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દી વેણુભાઈ ખાચર જણાવે છે કે, જયારે મને પહેલી વાર હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી, ઘણી વાર પથારીમાં જ યુરિન અને ટોયલેટ થઈ જતું તો અહીંનો સ્ટાફ તુરંત મારી પાસે આવીને પથારી સાફ કરી દેતાં, આવું બે દિવસ બન્યું પરંતુ એક વાર પણ સ્ટાફમાંથી કોઈ મારા પર ગુસ્સે ન થયું, અને મને પૂછતાં 'કાકા તમને બીજી કોઈ તકલીફ તો નથી થતી ને ?' જાણે મારો પરિવારના સદસ્યો મારી સંભાળ રાખતા હોય 'આવા જ સારવાર લઈ રહેલા અન્ય એક દર્દી હેમંતભાઈ આચાર્ય જણાવે છે કે,' હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ ખુબ જ સારી છે, હું છેલ્લા પાંચ દિવસથી અહીંયા સારવાર હેઠળ છું, ૨(બે) દિવસ પહેલા મને પેટમાં વીંટ ઉપડી અને મારા બેડ પાસે જ મને ઉલ્ટી થઇ, તુરંત ત્યાં હાજર ડોકટર અને સ્ટાફ મારી પાસે આવી ગયો અને મારી ઉલ્ટી સાફ કરી તથા ડોકટરે મારી સારવાર કરી. અહીંયા હોસ્પિટલમાં આખો સ્ટાફ એટલો ચોક્કસ છે કે તેઓ દર્દીની સારવારમાં ખડે પગે હાજર રહે છે.

(3:32 pm IST)