રાજકોટ
News of Tuesday, 29th September 2020

સ્માર્ટ સિટીનું કામ ઝડપી પુર્ણ કરોઃ પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

રાજકોટ :.. શહેરના નવા રીંગ રોડ પર આવેલ નિર્માણાધીન અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેકટસની સ્થળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા સહિતના પદાધિકારીઓએ તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણી, સીટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા સહિતના અધિકારીઓએ લીધેલ. આ સ્થળ મુલાકાત દરમ્યાન અટલ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલ સ્માર્ટ સીટી પ્રોજેકટસની વિગતવાર સમીક્ષા કરી હતી અને આ પ્રોજેકટસની હાલની કાર્યવાહી ઝડપથી પુર્ણ કરવા અને શહેરીજનો માટેના આ નવા પર્યટન સ્થળની તમામ કામગીરી સત્વરે પૂર્ણ કરવા પદાધિકારીઓએ લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)