રાજકોટ
News of Tuesday, 28th September 2021

મોડીરાત્રે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો

રાત્રે 10 વાગ્યાથી વાતાવરણમાં અચાનક પલટો : એકધારો વરસાદ ચાલુ : 12 વાગ્યાથી વરસાદનું જોર વધ્યું :રસ્તાઓ પાણી પાણી થયા: સતત વરસાદથી થડક પ્રસરી

રાજકોટ : શહેરમાં આજે રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે અત્યારે મોડીરાત્રે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો  છે રાત્રે 10 વાગ્યાથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઝાપટા રૂપી વરસાદ વરસતો રહ્યો છે એકધારો વરસાદ ચાલુ છે જયારે અત્યારે રાત્રે 12 વાગ્યાથી વરસાદનું જોર વધ્યું છે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે અને સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

 

(12:14 am IST)