રાજકોટ
News of Friday, 30th July 2021

વિજયભાઇની સરકારને પ વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું છે કે સંવેદનશીલ, નિર્ણાયક, પારદર્શક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂ.પાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા છેવાડાના માનવીની પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓની સાથે વિજયભાઇ રૂ.પાણીના નેતૃત્વવાળી રાજય સરકારને પાંચ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે તે અંતર્ગત ભાજપા સરકાર દ્વારા તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ વિવિધ   સેવાકીય કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મહાનગરના ઈન્ચાર્જ તરીકે જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિહ ઠાકુરને જવાબદારી સોંપવામાં આવતા તા.૧ ઓગષ્ટ, રવિવારજ્ઞાનશકિત દિવસના ઈન્ચાર્જ તરીકે અતુલ પંડીત અને વિક્રમ પુજારા, તા. રના સંવેદના દિવસના ઈન્ચાર્જ તરીકે પ્રફુલ કાથરોટીયા અને પરેશ હુંબલ, તા.૩ના સસ્તા અનાજની દુકાનો ઉપરથી પાચ કીલો રાશન આપવાના શુભારંભ કાર્યના ઈન્ચાર્જ મહેશ રાઠોડ, નિલેશ જલુ,  તા. ૪ના બુધવારે, નારી ગૌરવ દિનના ઈન્ચાર્જ તરીકે કીરણબેન માકડીયા ,કીરણબેન હરસોડા, તા. પ ઓગષ્ટ – ગુરૂ.વાર કીસાન સન્માન દિવસ ના ઈન્ચાર્જ તરીકે ભરત શીંગાળા, રસીકભાઈ પટેલ, તા. ૬ના 'રોજગાર દિવસ'ના ઈન્ચાર્જ તરીકે વીરેન્દ્રસિહ ઝાલા,જીજ્ઞેશ જોષી, તા. ૭નાશનીવારના વિકાસ દિવસના ઈન્ચાર્જ તરીકે પુષ્કર પટેલ, કેતન પટેલ, તા.૮ના રવિવારના શહેરીજન સુખાકારી દિવસ ના ઈન્ચાર્જ તરીકે વીનુભાઈ ઘવા, ડો. દર્શીતાબેન શાહ, તા. ૯ના સોમવારે વિશ્વ આદીવાસી દિવસના ઈન્ચાર્જ તરીકે આશીષ વાગડીયા, મેઘાવીબેન સીંધવ તેમજ વોર્ડવાઈજ ઈન્ચાર્જ– સહઈન્ચાર્જ તરીકે વોર્ડના પ્રમુખ– મહામંત્રીઓ જવાબદારી સંભાળશે. આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.  

(4:05 pm IST)