રાજકોટ
News of Friday, 30th September 2022

અબતક- સુરભી રાસોત્‍સવમાં હરખના ઘોડાપુર ઉમટયા

રામભાઈ મોકરિયા, અમિત અરોરા, પ્રિતી શર્મા, ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવોની ઉત્‍સાહપ્રેરક ઉપસ્‍થિતિ

રાજકોટઃ રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી અમીત અરોરા, પીજીવીસીએલના જોઈન્‍ટ એમડી પ્રિતી શર્મા તથા ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી સહિતના અગ્રણી અબતક -સુરભી રાસોત્‍સવના બન્‍યા મહેમાન બન્‍યા હતા.

નવરાત્રી એટલે શકિત અને આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી નવરાત્રી મોકૂફ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ જોવા મળ્‍યા હતા, જયારે બે વર્ષ બાદ આ વર્ષે ખેલૈયામાં હરખના ઘોડાપુર ઉમટયા છે.

રાજકોટનું હૃદય ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સૌરાષ્‍ટ્રના અવ્‍વલ નંબરમાં આવતા ‘અબતક સુરભી રાસોત્‍સવ'માં ખેલૈયાઓ ત્રીજુ નોરતું એટલે કે ચંદ્રાઘંટા માતાજીની આરાધના કરવાનો દિવસ. આ દિવસે ખેલૈયામાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો. ગણતરીની મીનીટોમાં ગ્રાઉન્‍ડમાં ખેલૈયાને જમાવડો થઈ ગયો હતો. ગ્રાઉન્‍ડ ગરબાપ્રેમીથી છબી ઉઠયું હતું. આસિફ જરીયા, જીતુદાદ ગઢવી અને ફરીદા મીરના રંગ ખેલૈયાઓ સંગ રંગાયા ગયા હતા. કાલે ઉસ્‍તાદની એક એક અદાપર લોકો ફિદો થઈ ગયા હતા. લવલી ઠકકરનું એન્‍કરીંગ ગરબા પ્રેમીઓ માટે ‘લવલી' બની ગયું હતું. તેમજ ફરીદા મીરે ‘મા મેલડી રમવા આવો'ના ડાકલા સાથે ખેલૈયાઓને ધુણાવ્‍યા હતા. તો અમો કાકા બાપાના પોરીયા ગીત પર ખેલૈયાઓને નચાવ્‍યા હતા જયારે જેરિયાએ ‘મીઠે રસ સે ભરેલી રાધાા રાણી લાગે' ગીત ગાઈને ગરબા રસીકોને મોહી લીધા હતા.

મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર નિતીન રામાણી, આહીર સમાજના અગ્રણી શૈલેષભાઈ ડાંગર સહિતના અગ્રણીઓ મહેમાન બન્‍યા હતા. સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલા પ્રદર્શીત કરનારા ખેલૈયાને પ્રિન્‍સ- પ્રિન્‍સેસ તરીકે નવાજીને લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવી હતી. સંસ્‍થાની યાદી મુજબ ત્રીજા નોરતે વિજેતા થયેલ ખેલૈયાઓમાં જુનિયર પ્રિન્‍સઃ- અક્ષીત રાઠોડ, કાવ્‍યા કારીયા, ધર્મેશ સોલંકી, પરેશ ગોહેલ.

જુનિયર પ્રિન્‍સેસઃ-  પાયલ જોષી, માહી કોટક, જાનવી બોડન, સુહાસીની ગોસાઈ,

જુનિયર વેલડ્રેસ પ્રિન્‍સઃ- પ્રયમેસ ફીચડીયા, જુનિયર વેલ્‍ડ્રેસ પ્રિન્‍સેસઃ- ખુશી રાણપરા

સિનિયર પ્રિન્‍સઃ- ગૌતમ કોરડીયા, નીરવ પીઠવા, મયુર જોગરાજીયા, દીલીપ સાપરા, રૂહેન સોલંકી.

સિનિયર પ્રિન્‍સેસઃ- ધારા દવે, મીલી ત્રિવેદી, નીશુ ચૌહાણ, ભાર્ગવી પાટડીયા, માનસી સોની.

જયારે જુનિયર વેલડ્રેસ પ્રિન્‍સઃ રૂદ્ર પટેલ અને સિનિયર વેલડ્રેસ પ્રિન્‍સેસઃ- હીર પાંભર વિજેતા થયેલ.

(4:28 pm IST)