જવાબદારીમાંથી છટકતા પરીક્ષા નિયામક નિલેશ સોનીને ઝાટકતા પ્રો.કલાધર આર્ય
આ કામ મારા માં ન આવે કહી વારંવાર બ્હાના બતાવીને
રાજકોટ તા.૩૦ : બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં રહે છે પરીક્ષા નિયામક રજીસ્ટાર કુલપતિ સહિતનાઓ કાયમી ને બદલે ઇન્ચાર્જથી કાર્યકર્તા હોય અનેક પ્રશ્નો ઉભા થાય છે ત્યારે પરીક્ષા શુધ્ધીકરણ સમિતિમાં આજે જવાબદારીમાં છટકતા કાર્યકારી પરીક્ષા નિયામક નિલેશ સોનીનો સિન્ડીકેટ સભ્ય અને ભાજપના અગ્રણી પ્રોફેસર કલાધર આર્યએ બરાબરના ઝાટકીને તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.
એક વિદ્યાર્થી પરીક્ષામાં ઘરેથી ઉતરવહી લઇને આવ્યો આ મુદ્દે પગલા ભરવાનું કહેતા કાર્યકારી પરીક્ષા નિયામક અને કુલપતિ ગીરીશ ભીમાણીના અંગત ગણાતા નિલેશ સોનીએ આ કામ મારૂ નથી, હું પગલા ન લઇ શકું કહીને જવાબદારીમાંથી છટકતા ભાજપ અગ્રણી કલાધર આર્યએ તેને નિયમોનું વિસ્તૃત ભાન કરાવ્યું હતુ અને આ કામ આપનું જ ઉત્તરવહીનો હિસાબ પરીક્ષા વિભાગે જ રાખવાનો હોય અને તેમાં ગરબડ થાય તો પરીક્ષા વિભાગે પગલા ભરવા જોઇએ. કલાધર આર્યની લાલ આંખ જોઇ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ આ અંગે ઘટતુ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો છે.