રાજકોટ
News of Friday, 30th September 2022

સુર- સંસ્‍કાર- શિસ્‍તનો ત્રિવેણી સંગમઃ કલબ યુવી

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં પ્રાચીન અર્વાચીન ગીતોના સુર તાલમાં મન મુકી ઝુમતું યુવાધન : કલબ યુવીના આગંણે રાસોત્‍સવ માણતા સાંસદ રામભાઈ મોકરીયા સહીતના રાજકીય આગેવાનો

રાજકોટઃ ચોથા નોરતે કલબ યુવીના આંગણે સાંસદ રામભાઈ મોકરીયા, મ્‍યુનીસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, કોર્પોરેટરો નેહલભાઈ શુકલ, વિનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, અશ્‍વિનભાઈ પાંભર, કાળુભાઈ કુગશીયા, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી,  આહીર અગ્રણી ઘનશ્‍યામભાઈ હેરમા, શૈલેષભાઈ ડાંગર, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરીયા, ખજાનચી ચિરાગભાઈ સીયાણી, ટ્રસ્‍ટી હરેશભાઈ પરસાણા, ભવાનભાઈ રંગાણી, સોમનાથ ભવનના ટ્રસ્‍ટી મનોજભાઈ સાકરીયા, ઉમેશભાઈ માલાણી, ખોડલધામ સમાધાન પંચના અતુલભાઈ પટેલ, સાયબર ક્રાઈમના એ.સી.પી.રબારી, ક્રાઈમ બ્રાન્‍ચના એ.સી.પી. બસીયા, પી.આઈ. જે.વી.ધોળા વગેરે એ અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહી રાસોત્‍સવનો આનંદ લીધો હતો. ઉદ્યોગપતિઓ વલ્લભાઈ વડાલીયા,  નિખીલભાઈ પટેલ ડેકોરા, જે.ડી.કાલરીયા, કેપીએસ કલબના ચેરમેન સંદીપભાઈ માકડીયા, પટેલ સેવા સમાજ પૂર્વ ના ગૌતમભાઈ પટેલ, વિગેરેએ એ મા ઉમિયાની આરતીનો ૯હાવો લીધો હતો.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવના કન્‍વીનર કાંતીભાઈ ધેટીયા, ડાયરેકટર જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરી, સીતાંશુભાઈ ભાલોડી, કુંદનભાઈ ડઢાણીયા, હરેશભાઈ કનેરીયા, બીપીનભાઈ ખાચર, મનોજભાઈ કાલરીયા, જીગ્નેશભાઈ આદ્રોજા, પાણ ગુ્રપના યુવા ઉદ્યોગપતિ નિર્ધય પાણ, જયેશભાઈ બેરા, કલબ યુવી પાર્કીગના દાતા દિનેશભાઈ પરસાણા, ચંદુભાઈ ગોઠી તથા પરસાણા પરિવાર સહીતના એ વિજેતા ખૈલૈયાઓને ઈનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા. કલબ યુવી રાસોત્‍સવમાં ગઈકાલે ચોથા નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઈસ ઈનામો જાહેર કરાયા હતા. જેમાં ચિ૯ડ્રન વેલ ડ્રેસ ગોધાણી યુતીકા, વાછાણી બરસા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ બેરા નીહાર, માવાણી આદિત્‍ય, ચિ૯ડ્રન પ્રિન્‍સેસ તરીકે ત્રાંબડીયા રૂદ્રા, વાછાણી મીસ્‍ટી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે સવસાણી શાન, ભીમાણી ધરમ, વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે માકડીયા જીયા, પંચાસરા જાન્‍હવી, સંતોકી અક્ષા, વેલડ્રેસ પ્રિન્‍સ ગોધાણી રાજ, થોરીયા દર્શન, કાલાવડીયા યશ, પ્રિન્‍સેસ તરીકે ભાલોડી મેધલ, દેસાઈ જીંકલ, પરસાણીયા બીન્‍ની પ્રિન્‍સ તરીકે કણસાગરા સુદીપ પાડલીયા રીશીલ, વેકરીયા મીત વિજેતા બન્‍યા હતા.

(4:09 pm IST)