રાજકોટ
News of Tuesday, 30th November 2021

મ.ન.પા. દ્વારા કાલે 'વર્લ્ડ એઇડ્સ ડે' અંતર્ગત જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાશે

રાજકોટ,તા.૩૦: મહાનગરપાલિકા દ્વારા ૧લી ડિસેમ્બર 'વર્લ્ડ એઇડ્સ ડે' અંતર્ગત તા.૧ના રોજ સવારે ૧૧ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીય, રૈયા રોડ ખાતે જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ એવોર્ડના લાભાર્થીઓ તથા એઇડ્સ સંસ્થાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહેશે.

એચ.આઈ.વી. એઇડ્સ અંતર્ગત જે જે સંસ્થાઓ રાજયભરમાં કામગીરી કરી રહેલ છે. તેઓને એવોર્ડ આપવામાં આવનાર છે આ ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. 

(3:43 pm IST)