રાજકોટ
News of Wednesday, 30th November 2022

ડો.લાલાણીના પુત્ર ડો.કન્‍હાઈ લાલાણીનું આઉટસ્‍ટેન્‍ડીંગ એકેડેમીક અચિવમેન્‍ટ એવોર્ડથી સન્‍માન

મણીપાલ હોસ્‍પિટલમાં ડી.એમ. કાર્ડિયોલોજીસ્‍ટ તરીકે સેવા

રાજકોટઃ  દેશની પ્રતિષ્‍ઠિત મણીપાલ યુનિવર્સિટી તથા કસ્‍તુરબા મેડીકલ કોલેજ, મણીપાલ દ્વારા ડી.એમ. (કાર્ડિયોલાજી)ના ધ બેસ્‍ટ આઉટગોઈંગ ડી.એમ.સ્‍ટુડન્‍ટ માટે આઉટસ્‍ટેન્‍ડીંગ એકેડેમીક અચિવમેન્‍ટ એવોર્ડ- ૨૦૨૧થી સન્‍માનીત કરવામાં આવેલ (મો.૬૩૫૫૮ ૯૪૪૯૪).

હાલમાં ડો.કન્‍હાઈ લાલાણી મણીપાલ હોસ્‍પિટલમાં ડી.એમ. કાર્ડિયોલોજીસ્‍ટ  તરીકે અને કસ્‍તુરબા મેડીકલ કોલેજ, મનીપાલમાં ફેકલ્‍ટી તરીકે નિમણુંક થયેલ છે. તેઓ મેડીકલની તમામ પરીક્ષાઓ યુનિવર્સિટીમાં ટોપ રેંક સાથે અને મોટા ભાગની ડીસ્‍ટીંકશન માર્ક સાથે તેમજ એમબીબીએસ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજ એમ.ડી. (જનરલ મેડીસીન) એન.એચ.એલ. મેડીકલ કોલેજમાંથી ટોપ રેંક સાથે તથા ૨૦૦૮માં ગુજકેટમાં ૯૮.૯ ટકા માર્કસ સાથે ગુજરાતમાં બીજા નંબરે, બોર્ડ મેરીટમાં પાંચમાં નંબરે ૯૭.૩૩ ટકા માર્કસ સાથે પાસ કરેલ.

ડો.કન્‍હાઈ લાલાણીના પિતા ડો.રાજેન્‍દ્ર લાલાણી (મો.૯૮૨૫૧ ૯૫૬૦૨) સિનિયર પેથોલોજીસ્‍ટ અને રાજકોટ આઈ.એમ.એ. અને ગુજરાત પેથોલોજીસ્‍ટ એસોશીએશનના પુર્વ પ્રમુખ છે. માતા ડો.અમીતાબેન લાલાણી એમ.ડી. (સ્‍કીન) છે. આખો પરિવાર અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં ઓપન મેરીટમાં ટોપ રેંક સાથે ભણેલ. પત્‍નિ ડો.પંકિત કન્‍હાઈ લાલાણી એમ.ડી. (મેડીસીન), વી.એસ. હોસ્‍પિટલમાંથી ભણેલ છે. હાલમાં ડી.એમ. (એન્‍ડોક્રિનોલોજી) સેન્‍ટ જોહૃન મેડીકલ કોલેજ, બેંગ્‍લોરમાં રહેતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(10:35 am IST)