રાજકોટ
News of Monday, 31st May 2021

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે અતુલભાઈ પંડિતઃ વાઈસ ચેરમેન તરીકે સંગીતાબેન છાયા

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મેયર અને નિર્વાચન અધિકારી ડૉ.પ્રદિપ ડવની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ૧૭માં ચેરમેન તરીકે અતુલભાઈ પંડિત અને વાઇસ ચેરમેન તરીકે સંગીતાબેન છાયાની પસંદગી કરવામાં આવી હતી. આજે ૧૧ કલાકે શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની જાહેરાત થતાં જ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઅો અને આગેવાનોઍ શુભેચ્છા પાઠવી હતી. નવનિયુકત ચેરમેન અને વાઈસ ચેરમેનને આજે ૧૨:૩૯ઍ ચાર્જ સંભાળ્યો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:42 am IST)