રાજકોટ
News of Monday, 31st May 2021

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં પ હજાર રાશન કીટનું કરાયુ વિતરણ

નરેન્દ્રભાઇ મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંતર્ગત : 'માનવી ત્યાં સેવા' ના મંત્રને સાર્થક કરતા ઉદય કાનગડઃ હોડીમાં બેસી અસરગ્રસ્તોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડી

રાજકોટ, તા. ૩૧ :  પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની વડપણવાળી ભાજપા સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમખુ ઉદય કાનગડના નેતૃત્વ હેઠળ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમના સભ્યો વાવઝોડાથી પ્રભાવિત ઉના, ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે પ હજાર જેટલી રાશન કીટો તૈયાર કરી પહોંચાડવામાં આવી હતી. આ તકે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે શિયાળ બેટથી હોડીમાં બેસી ચાંચ ગામના વાવાઝોડાથી અસરગ્રસ્તોને જીવન-જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડી માનવી ત્યાં સેવાના મંત્રને ચરિતાર્થ કર્યો હતો.

આ તકે ઉદય કાનગડે જણાવેલ કે સેવા અને સત્કાર્યના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દુઃખ ભોગવતા અસરગ્રસ્તો લોકોની વ્હારે આવી મદદરૂપ થવાના હેતુસર રાશન કીટોનું વિતરણ કરવાનો પ્રારંભ કરેલ છે ત્યારે દેશમાં સાત-સાત વર્ષ સુધી સુશાસન આપી વિશ્વમાં ડંકો વગાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવા હી સંગઠનની શીખ આપી છે, જેથી અમે છેવાડાના માનવીની અવિરણ સેવા કરતા રહીશું.

આ તકે ઉદય કાનગડના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચના મહામંત્રી સનમભાઇ પટેલ, ઉપાધ્યાય યોગેશભાઇ ગઢવી, મહેન્દ્રભાઇ બાવળીયા, દેવેન્દ્રભાઇ પ્રજાપતિ, નાજાભાઇ ઘાંઘર, જે.કે. ચાવડા, મંત્રી પ્રજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટ, પી.એન. માળીા, મયુરભાઇ માંજરીયા દિલીપભાઇ બારડ, કોષાધ્યક્ષ અનિલભાઇ રાણા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, નગરસેવક બાદલભાઇ હુંબલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્વખર્ચે રૂ. ર૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલ પ હજાર જેટલી રાશન કીટોનું વાવાઝોડાથી પ્રભાવિત ઉના, ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્ત લોકોને વિતરણ કરાયું હતું.

(4:58 pm IST)