રાજકોટ
News of Wednesday, 31st May 2023

સામાન્‍ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં દેશની વિકાસ યાત્રામાં સહભાગી થઇ દેશનું ગૌરવ વધારેઃ ઉદય કાનગડ

ધો. ૧ર માં ઉતીર્ણ પામેલ તમામ છાત્રોને શુભેચ્‍છા આપતા રાજકોટ પૂર્વના ધારાસભ્‍ય

રાજકોટ તા. ૩૧ : ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ આર્ટસમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્‍યની શુભેચ્‍છા ધારાસભ્‍ય ઉદય કાનગડે પાઠવી હતી.

આ અંગે વિધાનસભા-૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્‍ય ઉદય કાનગડએ ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસના આજે જાહેર થયેલ પરિણામમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્‍યની શુભકામના પાઠવતા જણાવેલ કે, ધો. ૧ર એ કારકીર્દીની દ્રષ્‍ટિએ અતિ મહત્‍વનું વર્ષ છે ત્‍યારે ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ છે. ત્‍યારે ધો. ૧ર પછી ઘણા કોર્ષ છે જેમાં વિદ્યાર્થી માટે એક સારા ભવિષ્‍યનું નિર્માણ કરી શકે છે.

ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસમાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં દેશની વિકાસયાત્રામાં સહભાગી થઇ દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્‍છા આપતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

(4:59 pm IST)