રાજકોટ
News of Saturday, 31st July 2021

ખુનના ગુનામાં પકડાયેલ મેડીકલ સ્ટોર સંચાલકની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૩૧: ખુન કેસમાં બનાવમાં આરોપીની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

ગત તા. રપ-૬-ર૧ના રોજ વિંછીયા ગામે સત્યજીત સોસાયટીમાં આરોપી જયદીપભાઇ રાજુભાઇ નિમ્બાર્કના ઘર પાસે મરણ જનાર પ્રકાશભાઇ બુધ્ધાભાઇ કટેશીયાને આરોપી જયદીપ તથા તેના પિતા અને અન્ય એક આરોપીએ મરણજનારને લોખંડનો પાઇપ ધોકા તથા છરી વડે માર મારી ખુન કરી નાખવાના ગુન્હામાં આરોપી જયદીપે જેલમાંથી જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઅત કરેલ કે આરોપી વિંછીયા ગામમાં મેડીકલ સ્ટોર ધરાવે છે અને તેના મેડીકલ સ્ટોર પાસે વીજ થાંભલો મરણ જનારના વાહન અથડાવવાથી પડી જતા તેનો ખાર રાખી આરોપી બધા ભેગા મળી મરણજનારને મોતને ઘાટ ઉતારી દીધેલ છે.

આવા જનુની આરોપીને જામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તેને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેશાઇ સાહેબે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(2:50 pm IST)