રાજકોટ
News of Monday, 31st August 2020

કાલથી ત્રણ - ચાર દિ' છુટાછવાયા હળવા ભારે રેડા, ઝાપટા કે હળવો વરસી જાય

કાલથી સૂર્યનારાયણ દર્શન દેશે : ૧૧મી સુધી વરાપ જોવા મળશે

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે હવે આવતીકાલ તા. ૧ સપ્ટેમ્બરથી છુટાછવાયા હળવા ભારે રેડા ઝાપટા કે હળવો વરસાદ પડી શકે. તેમાં પણ જેમ જેમ દિવસો જાય તેમ તેમ છુટાછવાયા વિસ્તારમાં ઘટાડો આવે. તા. ૩-૪ સપ્ટેમ્બર સુધી શકયતા છે. મુખ્યત્વે ઉઘાડ જ રહેશે.

આવતીકાલથી વિસ્તાર મુજબ સવાર કે બપોરથી જ સૂર્યનારાયણના દર્શન જોવા મળશે. બાદાન દિવસોમાં વરસાદની સંભાવના નથી. તા. ૧૧ સુધી વરાપ રહેશે. ભારે કે મધ્યમ વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ્સ બને તેવી કોઈ શકયતા જ નથી.

(11:49 am IST)