રાજકોટ
News of Monday, 31st August 2020

પી.એસ.આઇ.ના નામે ઠગાઇ કરવાના ગુનામાં પકડાયેલ મહિલાના જામીન મંજુર

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇના નામે રૂ.પપ હજારની ઠગાઇના ગુન્હામાં આરોપીના જામીન મંજુર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટના રહેવાસી સાગર અરવિંદભાઇ ભાલારાએ ગઇ તા. ર૧-૮-ર૦ર૦ના રોજ લોધીકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪ર૦,૧૭૦,૧ર૦ (બી) અન્વયે બીનલબેન ખોડાભાઇ પટેલ વિરૂદ્ધ ફરીયાદ આપેલી જે ફરીયાદમાં જણાવલ કે, તેણીએ ફરીયાદીને નાણાકીય આર્થિક મદદ કરવા માટે આપેલ રકમ રૂ.પપ,૦૦૦ ઓળવી ગયા અંગેની છેતરપીડી તથા વિશ્વાસઘાતની ફરીયાદ કરેલ હતી.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને બીનલબેન ખોડાભાઇ પટેલએ લોધીકાના જયુ. મેજી.ની કોર્ટમાં આરોપી બીનલબેન ખોડાભાઇ પટેલની ફીઝીકલ કસ્ટડી માટે રીમાન્ડ અરજી રજુ કરેલ જે અનુસંધાને ત્હોમતદારના વિદ્વાન વિકલ શ્રી ભાવેશ આર. બાંભવાએ કાયદાકીય દલીલ કરેલ હતી જે દલીલ સાથે વડી અદાલતોના જજમેન્ટસ રજૂ રાખેલા અને આરોપીના વકીલશ્રીની દલીલ મંજૂર રાખી જયુ. મેજી. પોલીસ અધિકારીની રીમાન્ડ અરજી નામંજૂર કરેલ છે અને બાદમાં આરોપીની જામીન અરજી રજૂ કરતા આરોપી બીનલબેન ખોડાભાઇ પટેલને રૂ.ર૦,૦૦૦ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે બીનલબેન ખોડાભાઇ પટેલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ભાવેશ આર. બાંભવા, હિતેષ એચ. વિરડા વકીલ તરીકે રોકાયેલા.

(3:43 pm IST)