રાજકોટ
News of Monday, 31st August 2020

ખુનના ગુનામાં પકડાયેલ અને જેલ હવાલે થયેલ આરોપીના અંશતઃ જામીન મંજૂર

રાજકોટ,તા. ૩૧: હત્યાના કેસમાં ત્રણ વર્ષથી જેલમાં રહેલ આરોપીના જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસમાં પોલીસ કેસની ટુંકી વિગત એવી કે, આ કામના આરોપી ઇકબાલ ફતેમામન પારેડીને તા. ૧૦/૭/૨૦૧૭ની રાત્રીના ગુજરનાર મહમદભાઇ તથા સાહેદ શાહરૂખ સાથે માથાકૂટ થયેલ હોય તે બાબતે ફરીવાર તા. ૧૧/૭/૨૦૧૭ના રોજ સવારે સવા નવેક વાગ્યે પોપટપરા બસ સ્ટેન્ડ પાસે રામસીંગ ચોક ખાતે ફરીથી ઝઘડો થયેલ જેમાં આરોપી ઇકબાલ પારેડીએ ગુજરનાર મહમદભાઇને પેટમાં સાહેદ નીઝામભાઇને છાતીમાં તેમજ સાહેદ અબ્બાસને સાથળના ભાગે છરીના ઘા મારી દીધેલ હતા. અને અન્ય આરોપી હુસેને તેના હાથમાં રહેલ લોખંડ સીધુ કરવાની ડાંગથી સાહેબ અબ્બાસભાઇને માથામાં મારેલ હતું અને સાહેદ શાહરૂખને આરોપી ફતેમામદભાઇએ ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ સારવાર દરમ્યાન મહમદભાઇ અયુબભાઇ માલાણીનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરીણામેલ હતો. જે અન્વયે પોલીસે આરોપી નં. (૧) ઇકબાલ પારેડી (૨) હુશેન પારેડી તથા ફતેમામદ પારેડી વિરૂધ્ધ ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અન્વયે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલી અને મુખ્ય આરોપી ઇકબાલ છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં રહેલ હતો.

આ કામે ત્રણ વર્ષથી જેલમાં રહેલ આરોપી ઇકબાલ પારેડીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર છૂટવા પોતાના વકિલશ્રી રૂપરાજસિંહ પરમાર, મારફત અરજી કરેલી જેમાં તમામ પક્ષોની રજુઆતો, કેસના બદલાયેલા સંજોગો, હાલની પરિસ્થિતી વગેરે ધ્યાને લઇ રાજકોટના જીલ્લા ન્યાયધીશશ્રી ઉત્કર્ષ દેસાઇએ આરોપી ઇકબાલની જામીન અરજી અંશતઃ મંજુર કરી આરોપીનું એફ.એસ.લેવાઇ ત્યાં સુધીના જામીન મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(3:44 pm IST)