રાજકોટ
News of Monday, 31st August 2020

IMAના નિષ્ણાંત તબીબોની ટીમ સતત તંત્ર સાથે સંકલનમાં : ડો.જય ધીરવાણી

ઇન્ટેસ્ટીવીસ્ટ-ફેફસાના રોગોના નિષ્ણાંત-એનેસ્થેટીસ્ટ સહીતના તબીબોની સીવીલ હોસ્પીટલમાં નિસ્વાર્થ ભાવે સેવા

રાજકોટ, તા., ૩૧ : કોરોના મહામારીએ માજા મુકી છે રોજ કેસ વધતા જાય છે અને રાજકોટમાં કોરોના દર્દીના મૃત્યુનો દર પણ પ્રમાણમાં વધુ છે ત્યારે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજી નિષ્ણાંત તબીબોની ટીમ બનાવવામાં આવી છે જે નિયમીત રીતે રાજકોટની સરકારી હોસ્પીટલમાં નિઃસ્વાર્થ સેવા આપે છે તેમ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો.જય ધીરવાણી તથા સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

સરકારી તંત્ર સાથે સંકલન કરી નિષ્ણાંત તબીબો રોજ સિવિલ હોસ્પીટલમાં દર્દીને તપાસી યોગ્ય સારવાર કરે છે. સરકારી તબીબો કોરોના દર્દીની સારવાર કરે જ છે પણ તેમની પર કામનું ભારણ વધુ હોય સરકારી તંત્ર સાથે સંકલન કરી ઇન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટ દ્વારા સમાજ પ્રત્યેની ફરજના ભાગ રૂપે નિષ્ણાંત તબીબોની ટીમ બનાવી સરકારી હોસ્પીટલમાં સેવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્રિટીકલ કેર નિષ્ણાંત , ઇન્ટેસ્ટીવીસ્ટ, ફેફસાના રોગના નિષ્ણાંત એનેસ્થેટીસ્ટ સહીતના તબીબોની ટીમ રોજ સરકારી હોસ્પીટલમાં કોરોનાના દર્દીને તપાસી યોગ્ય સારવાર કરે છે.

નિષ્ણાંત તબીબો નિયમીત રૂપે સરકારી તંત્ર અને સરકારી હોસ્પીટલનાં સંકલનથી કોરોના દર્દીની યોગ્ય સારવાર માટે સતત ઉપલબ્ધ રહે છે. આ ઉપરાંત મગજના રોગના નિષ્ણાંત, પેટ-આંતરડાના રોગના નિષ્ણાંત યુરોલોજીસ્ટ, નેફોલોજીસ્ટ, હ્ય્દય રોગના નિષ્ણાંત સહીત વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની ટીમ જરૂર પડયે ઉપલબ્ધ હોય છે. જેમાં એસોસીએશન્સઓફ ફીઝીશ્યન્સ ઓફ રાજકોટ  ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસીયોલોજીસ્ટ,ઇન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીનનો સંપુર્ણ સહયોગ મળયો છે. ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. મયંક ઠક્કર, ડોે.તેજસ કરમટા, ડો. સંકલ્પ વણઝારા, ડો. જયેશ ડોબરીયા સહીતના તબીબોની ટીમ સરકારી હોસ્પીટલમાં સેવા આપે છે.

આઇ.એમ.એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હીરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રુકેશ ઘોડાસરા, પુર્વ પ્રેસીડન્ટ ડો. ચેતન લાલસેતા, સિનિયર તબીબો ડો. ભાવીનભાઇ કોઠારી, ડો.ભરત કાકડીયા, ડો. અમીત હપાણી, ડો. કીર્તીભાઇ પટેલ, એસોસીએશન્સ ઓફ ફીઝીશ્યન્સ ઓફ રાજકોટના પ્રેસીડન્ ડો. પ્રશાંત ત્રિવેદી, સેક્રેટરી ડો. પારસ શાહ,પુર્વ પ્રેસીડન્ટ ડો. સંજય ભટ્ટ, ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસીયોલોજીસ્ટના પ્રેસીડન્ટ ડો. ધર્મેન્દ્ર અમૃતીયા, સેક્રેટરી ડો. મંગલ દવે, ઇન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીનના પ્રેસીડન્ટ ડો. તુષાર પટેલ, સેક્રેટરી ડો. અમીત પટેલ, ડો. ડો.રશ્મી ઉપાધ્યાય, ડો.એમ.કે.કોરવાડીયા, ડો. દિપેશ ભાલાણી સહીત આઇ.એમ.એ. રાજકોટના તબીબોની ટીમ સતત સેવા આપી રહી છે.

કોરોના મહામારીના આ કપરા સમયમાં સમાજને જયાં પણ જરુર પડશે ત્યાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન હંમેશા સાથ સહકાર આપશે. આઇ.એમ.એ.ના મિડીયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રાફીકસના વિજય મહેતા સેવા આપે છે.

(3:48 pm IST)